તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે.રેવન્યુ તલાટી માટે ૧૬૯૮૭ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે.જિલ્લા કલેક્ટરશ્રીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી ૧૭-૦૦ કલાક સુધી મહેસુલી તલાટી વર્ગ - ૩ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઇ હતી.