પોલીસ તંત્ર દ્વારા આજથી ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંગે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ટ્રાફિક એસીપી વિ. જે. પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે,કાયદાનો અમલ કરવો ફરજિયાત છે. અને આ કાયદો શહેરીજનોની સુરક્ષા માટે જ છે. માટે તેમણે તમામ શહેરીજનોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા અનુરોધ કર્યો છે.