સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર 3 સપ્ટેમ્બરે 12.30 કલાકની આસપાસ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જોધપુર હાઇકોર્ટે મેરિટ પર આસારામના હંગામી જામીન લંબાવ્યા નથી. જો તમે જોધપુર હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હોય તો એના ચુકાદાની રાહ જુઓ..