અદભૂત પ્રતિમા માત્ર શિલ્પ નથી પરંતુ ભારતની એકતા, દેશપ્રેમ અને ઊર્જાસભર રાષ્ટ્રભાવનાનું જીવંત પ્રતિક છે. સ્વતંત્રતા પછી ભારતના એકીકરણના સુવર્ણ ઇતિહાસને ફરી એકવાર અનુભવી શકવું મારા માટે અત્યંત પ્રેરણાદાયક અને જ્ઞાનપ્રદ અનુભવ સાબિત થયો છે. તેઓએ આગતાસ્વાગતા માટે સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. નેવી ચીફે, પરિસરમાં સરદાર પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.