બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની ટીમને મજબૂત બનાવવા માટે તેમજ સ્થાનિક મુદ્દાઓ માટે પોતાનો અવાજ બુલંદ કરવા માંગતા યુવાનોને કોંગ્રેસની ટીમ સાથે જોડાવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નવ યુવાનોને અપીલ કરી છે. અપીલ કરતો આ વિડીયો આજે ગુરુવારે સવારે 11:00 કલાક આસપાસ સામે આવ્યો છે.