ગીર સોમનાથ SOG એ માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોકટરને પકડી પાડ્યો.SOG ના ઇન્ચાર્જ પીઆઇ એન.એ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મેડિકલ ઓફિસરને સાથે રાખી પોલીસે દવાઓ,ઇન્જેક્શન સહિતના કુલ રૂ.9,494/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.