શહેરાના કેશવ ગ્રાઉન્ડ વિસ્તારમાં ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા મળી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે શહેરા પોલીસે રેઇડ કરી ત્યાં ગોળકુંડાળુ વળી જુગાર રમતા ૧૦ જેટલા જુગારીયાઓને કોર્ડન કરી ઝડપી પાડી દાવ ઉપર મુકેલ છુટા છવાયા ગંજી પાના અને રૂ.૪,૮૯૦ ની જુદાજુદા દરની ચલણી નોટો તેમજ અંગઝડતી દરમિયાન મળેલ રૂ.૬,૨૫૦ મળી કુલ રૂ.૧૧,૧૪૦ નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ જુગરિયા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.