ગીર સોમનાથ જિલ્લાના જામવાળાના પ્રખ્યાત જમજીર ધોધ પર વધુ એક સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા જોખમી રીલ બનાવવામાં આવી છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે અહીં જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે તેમ છતાં આવી જોખમી રીલ બનાવવામાં આવી છે જેથી તંત્ર દોડતું થયું છે.