જિલ્લામાં મથક પાલનપુર ખાતે આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જો કે આજે રવિવારે 12 :30 કલાકે પાલનપુર અંબાજી હાઈવે ઉપર ધનિયાણા ચોકડી નજીક હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો જો કે હાઈવે પર પાણી ભરાતા હાઇવે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.