અમદાવાદમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સચિવાલયના GAS કેડરના અધિકારીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મનોજકુમાર પૂજારા ગાંધીનગર સચિવાલયમાં GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા. 3 સપ્ટેમ્બર વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવ્યો હતો. વારંવાર અધિકારીને ફોન કરવા છતાં તેમને ફોન ન ઉપાડતા તે ઘરે ગયો હતો.