સુરેન્દ્રનગરના નવનિયુક્ત એસ.પી. પ્રેમસુખ ડેલુંએ દસાડાના પાટડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ધ્રાંગધ્રા DYSP જે.ડી.પુરોહિત, પાટડી પીઆઇ છત્રાલીયા અને સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. મુલાકાત દરમિયાન સામાજિક આગેવાનો અને વરિષ્ઠ નાગરિકોએ એસ.પી.નું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. એસ.પી.એ પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સ્ટાફ સાથે ચર્ચા કરી. આ મુલાકાતથી પોલીસ અને સમાજ વચ્ચે સંવાદ વધારવાનો હેતુ હતો.