ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીમાં 3.50 લાખ પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ નદીએ હાલ સાગર નું સ્વરૂપ ધારણ કર્યું છે મહીસાગર નદીમાં પાણીની ભારે આવકના કારણે ગળતેશ્વર બ્રિજ પર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આસપાસના 30 જેટલા ગામોને એલટ કરાયા છે. અને લોકોને સલામત સ્થળે ખસવા અપીલ કરાઈ છે.