હાલોલના ટીંબી ગામે તા.28 ઓગસ્ટ ગુરુવારના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના અરસામા ઝેરી કોબ્રા સાપ ઘરમા ઘૂસી ગયો હતો અને બે મરઘીઓનો શિકાર કર્યો હતો જોકે આ બાબતની જાણ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને વાય કે પટેલ ઘટના સ્થળ પર પહોચ્યા હતા અને કોબ્રા સાપ નું દિલધડક રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ