તરસાડીમાં કોરોના સમયે સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ ફેલાવનાર જીગર ભટ્ટને કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો છે વર્ષ 2021 માં જીગરકુમાર ભટ્ટે પોતાની facebook પ્રોફાઈલ આઈડી પરથી વિવિધ પોસ્ટો શેર કરી હતી જેમાં લોકોમાં ભય અને ગભરાટ પેદા થાય બે જૂથો વચ્ચે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું જાણવા છતાં ઉશ્કેરની ની ભાવના પેદા થાય તેવું લખાણ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું કોસંબા પોલીસે જીગર ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો