શનિવારના 2 કલાકે યોજાયેલી પત્રકાર પરિષદની વિગત મુજબ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અધિકાર સંમેલન યોજવાની જાહેરાત કરી છે. જેમાં વિવિધ બાબતો અંગે નિરાકરણ લાવવામાં આવશે. જેને લઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કિશન પટેલના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.