અરવલ્લીના માર્ગો પરથી હજારો ભક્તો અંબાજી ભાદરવી પૂનમના દર્શને જતા હોય છે.સેવાભાવી લોકો દ્વારા પદયાત્રી ને ચા નાસ્તો જમવા અને આરામની સુવિધા મળે તે માટે ઠેરઠેર વિસામાં ઉભા કરવામાં આવ્યા છે.શામળાજીના રૂદ્રેશ્વર મહાદેવ મંદિર નજીક અંબાજી જતા પાયાત્રીઓ માટે ઉભા કરવામાં આવેલ વિસામાંની આજરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે મુલાકાત લઇ આયોજકો અને પદયાત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી..