ગત રાત્રિના રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ગણપતિની આગમન યાત્રા પાણીગેટ સ્થિતના વિસ્તારમાંથી નીકળી સિટી પોલીસ સ્ટેશન માંડવી થઈ માંજલપુર જઈ રહી હતી તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગણેશજી પર ઈંડા ફેકવામાં આવ્યા હતા . આ મામલે ડીસીપી ઝોન ફોર એ પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃતમાં માહિતી આપી હતી