શીતળા માતા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે.શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગર્દભ (ગધેડું) દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી.