કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર માં મોટા ભાગના બધા જ રેલવે સ્ટેશનો નું નવિનીકરણ કર્યું છે. પણ ચુડા રેલવે સ્ટેશન ને જોઈ એટલી સુવિધા ઉપલબ્ધ થઈ નથી. ચુડા રેલવે સ્ટેશન પર બંને પ્લેટફોર્મ પર ટ્રેન આવી ને ઉભી રહે છે. પરંતુ ચુડા રેલવે સ્ટેશન પર ક્રોસિંગ બ્રીજ ન હોવા થી મુસાફરો ને જોખમી રીતે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બનવું પડે છે જે માટે ચુડા જાગૃત લોક સમિતિ વખતસિંહ કોઠીયા સહિત લોકો એ રેલવે મંત્રાલય માં લેખિત રજૂઆત કરી છે.