આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ શહેરના મોરબી રોડ પર માંતેલા સાંઢની જેમ ફરી રહેલા એક ડમ્પર ચાલકની હડફેટે લાલ પરી તળાવ પાસે રહેતા એક આઠ વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં તેમના પરિવારજનોએ આ અંગે ન્યાયની માગણી કરી હતી.