Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: શહેરમાં રૈયા રોડ નજીક લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી, ઘટના સમયે પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી

Rajkot, Rajkot | Aug 30, 2025
આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ રૈયા રોડ પર લીમડાનું એક મહાકાય વૃક્ષ ધરાશાઇ થતાં ત્યાંથી પસાર થતા એક ટુ-વ્હીલર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને રસ્તા પરથી વૃક્ષ હટાવવાની ત્વરિત કામગીરી હાથ ધરી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં જાનહાની થવા પામી ન હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us