રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા હસ્તે ભાણવડ તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા દ્વારા વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વન વિભાગની યોજનાઓ તેમજ પર્યાવરણ સંરક્ષણના સઘન પ્રયાસોને બિરદાવ્યા હતા.