મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના કુવાની અંદર પાંચ યુવકો ડૂબ્યા હતા જેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ક્રમશઃ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ એક યુવકની શોધખોડ હાથ ધરવામાં આવી હતી તો આજે સાંજે પાંચમાં યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો છે જેથી મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કુવામાં ડૂબેલ પાંચ યુવકોના મૃતદેહ મળી આવ્યા