હાલોલ DYSP વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન PI આર.એ.જાડેજા નાઓએ મોબાઈલ ગુમ અરજીઓ આધારે મોબાઈલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમના કર્મચારીઓને જરૂરી સુચનાઓના આધારે ટેકનીકલ માહિતી મેળવી મો.નં. 14 જેની કિ.2.54 લાખના શોધી કાઢી અરજદારોને પરત સોંપવામા આવ્યા હતા.જેને લઈ અરજદારોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જેની માહિતી તા.27 ઓગસ્ટ બુધવારના રોજ રાત્રે 9 કલાકે પ્રાપ્ત થઈ હતી