શહેરા તાલુકાના મોરવા(રેણા) થી કબીરપુર અને ભાટના મુવાડા તરફનો રસ્તો અનેક જગ્યાએ તૂટી જવાની સાથે રોડની બંને સાઇડે ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે,આ રસ્તા ઉપર મસમોટા ખાડા પડવાને કારણે ત્યાંથી પસાર નાના વાહન ચાલકો પરેશાન થતાં હોય છે,અમુક બાઈક ચાલકો પડી જવાના પણ બનાવો બન્યા છે.જ્યારે ભુરખલ થી ભાટના મુવાડા તરફ જતા રસ્તા ઉપર બંને સાઇડે ઝાડીઝાંખરા વધારે હોવાથી મોટા વાહનોને લઈને નીકળવુ પણ મુશ્કેલ બનતુ હોય છે.