ભરૂચના સાંચણ ગામ પાસે હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકનો ચાલક પાછળ કઈક કામ કરી રહ્યો હતો.તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ કાર ચાલકે ટ્રક ચાલકને ટક્કર મારી ધડાકાભેર ટ્રકમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે દબાઈ જતા ટ્રક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત કાર ચાલક સહિત બે ઇજાગ્રસ્તોને ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.