અમરેલી જિલ્લાના યુવા આગેવાન અને ભાજપના પૂર્વ પ્રમુખ હિરણ હિરપરાને પશ્ચિમ રેલવેના ઝોનલ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂક બાદ અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં અભિનંદનનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિત માટે કાર્યશીલ હિરણ હિરપરાની નિયુક્તિથી રેલવે નેટવર્ક વિકાસમાં લાભ મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.