સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જીલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ એક જ દિવસમાં 60 વાહન ચાલકોને રૂપિયા 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને કાળા કાચ તેમજ નંબર પ્લેટ વગરના વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.