બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મધરાતે ભારે વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડતા વડગામ તાલુકાના નાનોસણા ગામમાં બે ખેડૂતોના ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડ ઉડી ગયા હતા જોકે ભારે પવનના કારણે પશુઓ માટે બાંધેલા પતરાના સેડ વાવાઝોડામાં ઉડી જતા પશુપાલકને મોટું નુકસાન થયું છે જો કે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી જોકે ભારે વાવાઝોડા અને વરસાદના કારણે વડગામના ગ્રામીણ વિસ્તારોના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા