જનતાને મળતી સેવાઓનું નિરીક્ષણ કરવા અને વહીવટી પારદર્શિતાની સમીક્ષા કરવા હેતુ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળા, અને આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી. અને જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.