તારાપુરના ચાંગડા ગામમાં ખેડૂતોનો મહામૂલો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. જેને લઇ તંત્ર સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે ખેડૂતોનો કહેવું છે કે જ્યારથી વાસદ અને બગોદરા હાઇવેનો નિર્માણ થયું ત્યારથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.છેલ્લા 10 વર્ષથી ઇન્દ્રણજ અને ચાંગડા ગામના 250 જેટલા ખેડૂતોની 1 હજાર જમીનમાં સદંતર પાક નિષ્ફળ નીવડતા આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે.