હાલોલના બાસ્કા નજીક આજે શનિવારે બપોરના સમયે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં વડોદરાથી પાવાગઢ દર્શન કરવા જઈ રહેલુ દંપતી અકસ્માત ગ્રસ્ત બન્યુ છે.દિલ્હીના રહેવાસી આકાશ છોટેલાલ ગુપ્તા અને તેમની પત્ની માનસી ગુપ્તા વડોદરામાં તેમના સંબંધીના ઘરે આવ્યા હતા.જેઓ આજે એક્ટિવા સ્કૂટર ઉપર પાવાગઢ દર્શન કરવા જતાં હતા તે દરમિયાન બાસ્કા નજીક એક્ટિવા સ્લીપ થતા બંને પતિ-પત્ની રસ્તા પર પટકાયા હતા