સાવરકુંડલા શહેરમાં જલ સે નલ યોજના હેઠળ બનેલી ગૌદરે પાણીની ટાંકી અંગે જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં યોગ્ય રજૂઆત કરી હતી. છતાં નગરપાલિકાના એન્જિનિયર જયાણી તરફથી સંતોષકારક જવાબ ન મળતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. ત્યારે સાવરકુંડલાના એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો સાંજે ચાર કલાકે સોશિયલ મીડિયા ગ્રુપમાં રોશ સાથે વાયરલ કર્યો છે.