ચુડા એ તાલુકા મથક છે. લીંબડી રાણપુર બોટાદ જેવા શહેર ના વેપાર ધંધાર્થે જોડાયેલો છે. આ વર્ષે સતત ભારે વરસાદના કારણે લીંબડી થી ચુડા અને રાણપુર ને જોડતો રસ્તો હાલમાં ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાંઓ પડવા થી ખખડધજ હાલતમાં બની ગયો છે. આ રસ્તો બિસ્માર બનવા ના કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે સરેરાશ અકસ્માત નું પ્રમાણ પણ વધ્યું છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં આ લીંબડી થી રાણપુર ચુડા ને જોડતો રસ્તો રીપેરીંગ કામ ચાલુ કરવા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.