સ્વામિનારાયણ ચોકમાં બે દિવસથી ગટર ઉભરાવાને કારણે આસપાસમાં ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. જેને લઈને વિસ્તારવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું છે અને અહીંના વિસ્તારવાસીઓની આ સમસ્યા તાકીદે હલ કરવા માગણી કરી છે.