રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની નોંધણીની શરૂઆત કરી છે.ત્યારે પ્રથમ દિવસથી જ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. કોડીનારના મીતીયાજ ગામમાં રાત દિવસ ખેડૂતો કતારો લગાવી નોંધણી કરાવાવા પહોચ્યા છે પરંતુ બીજી તરફ સાઇટ ધીમી ચાલવાથી અને તેમાં એક સાથે એકાએક નોંધણી શરૂ થવાથી સર્વર ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.