સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા લીંબડી સ્પોર્ટસ સંકુલ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદ જન્મ જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેનુ 29 ઓગસ્ટ સાંજે 5 કલાકે સાંસદ ચંદુભાઈ સિહોરા એ પ્રારંભ કરાવ્યો હતો. રમત ગમત વિભાગ ના પાર્થ ચૌહાણ તથા શહેર ભાજપ ના મુકેશભાઇ શેઠ, કિશોરસિંહ ઝાલા, બિપીનભાઇ પટેલ વિજયસિંહ ઝાલા વગેરે આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.