વિજાપુર ચક્કર થી ખત્રીકૂવા નગરપાલિકા તરફ જતા રાજમાર્ગ ઉપર બનાવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા ભારે વાહનો ના કારણે દબાઈ જતા અવર જવર કરતા વાહન ચાલકો ને ભારે હાલાકી પડી રહી છે. પાલિકા દ્વારા હજુ સુધી પ્રશ્ન નો નિકાલ નહી કરતા અકસ્માત ની સંભાવનાઓ ઊભી થવા પામી છે. આજરોજ શુક્રવારે સાંજે પાંચ કલાકે જાગૃત નાગરીકો એ જણાવ્યું હતુ કે રાજમાર્ગ માં આવેલ ભૂગર્ભ ગટર લાઇન ના ઢાંકણા દબાતા ખાડા પડી ગયા છે. તેનું સત્વરે નિકાલ લાવે તેવી જાગૃત નાગરીકો માં માંગ ઉઠી છે.