રાપર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્રને સાર્થક કરતાં પ્રજા કલ્યાણ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગતરોજ સવાર 6 વાગ્યાના અરસામાં રાપર તિરુપતિ નગર વિસ્તારમાં આવેલ કેશવ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો એક બાળક ગુમ થઈ જતા રાપર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ને નીલપર સીમ વિસ્તારમાંથી બાળકને શોધી લઈ પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું