ગીર પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર (હિરણ-1) ડેમ આજે (29 ઓગસ્ટ) ફરી એકવાર ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. 65 વર્ષના ઇતિહાસમાં આ 25મી વાર છે જ્યારે આ ડેમ છલકાયો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આ ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે.સિંચાઈ પેટા વિભાગ, વેરાવળના નાયબ કાર્યપાલક ઈજનેર આર. કે. સામાણી અને તેમની ટીમે ડેમ સાઈટ પર વિધિવત પૂજન કરી હિરણમાતાજીને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરીને નવા નીરના વધામણાં કર્યા હતા.