આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વાતને મળી હતી જે આધારે સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન વર્ણન મુજબ નો વ્યક્તિ આવતા પકડી લેવામાં આવ્યો હતો ઈસમ પાસેથી સ્કૂલબેગમાંથી અલગ અલગ કંપનીના કુલ સાત મોબાઈલ મળી આવ્યા હતા તેમજ વધુ પૂછપરછ કરતા થોડા દિવસ અગાઉ તારાપુર પેરેમાઉન્ટ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટરસાયકલ માં લટકાવેલ થેલો કાઢી લઈ થેલામાંથી સોનાનો હાર તથા બુટ્ટીની ચોરી કરેલા નું કબુલાત કરી હતી