દેવભૂમિ રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ડીગ્રી ન હોવા છતા દવાખાનુ ચલાવતા બોગસ તબીબને પકડી પાડી દવાઓ-સાધનો વગેરે કબજે કર્યા હતા. પોલીસ દફ્તરેથી મળતી માહિતી મુજબ દ્વારકા માં ટીવી સ્ટેશન વિસ્તાર માં રહેતો ઇમરાન ગફાર સોઢા માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ માટેની ડીગ્રી ધરાવતા ન હોવા છતાં પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી દવાખાનું ચલાવતો હતો. પોલીસે આરોપી પાસેથી ટેબલેટ બાટલા ટેથોસ્કોપ બીપી માપવાનું મશીન તેમજ મેડિકલ પ્રેક્ટિસ ને લગતો સામાન કબજે કર્યો