સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગમાં આવેલ દર્દીઓએ તેમને પડેલી હાલાકીઓ વિશે વધુ વિગતો આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ જણાવ્યું હતું કે, તેઓ સવારથી જ અહીં લાઈનમાં પહોંચી ગયા હતા. પરંતુ એક્સરે વિભાગને તાળું મારેલું હોવાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી દર્દીઓ દ્વારા કરવામાં આવી હતી.