બાબરા તાલુકાના વાંકીયા ગામે પોલીસ કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ ૦૭ થી ૨૧ સપ્ટેમ્બર સુધી યોજાશે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ફાયરિંગ બટની બહારની સીમાથી ૧૦૦ મીટર વિસ્તારમાં જાહેર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી થશે.