આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ લોખંડની ગ્રીલમાં એક રીક્ષા ધડાકા ભેર અથડાતા તેના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.