પાલનપુર નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને ભંગારના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી અને સ્વચ્છતા ન જાળવતા વેપારીઓને સ્થળ પર દંડ અપાયો હોવાની જાણકારી નગરપાલિકાની ટીમે આજે સોમવારે રાત્રે 8:00 કલાક આસપાસ આપવામાં આવી હતી અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે ખાસ અપીલ નગરપાલિકાની ટીમ દ્વારા કરાઈ હતી.