મૂળ કડીના કૈયલ ગામનો અને પ્રતાપપુરાગામે ફઇના ત્યાં રહી ધોરણ 9 માં અભ્યાસ કરતો આર્યન ઠાકોર આજ થી 5 દિવસ પહેલાં શાળાએ જવાનું કહી પરત આવ્યો ન હતો. જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મળી નાં આવતાં આખરે પરિવારે છત્રાલ પોલીસ મથકે ગુમ થયા ની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત આ કિશોરનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.બાદમાં ગઈ કાલે એટલે કે 26 ઓગસ્ટના રોજ આ કિશોર સુરત હોવાનો પોલીસ મથકે ફોન આવ્યો હતો.