સુરેન્દ્રનગરના વઢવાણ મૂળચંદ રોડ પર રહેતા મનીષભાઈ પ્રવિણચંદ્ર સોની બસ સ્ટેશનમાં બાઇક પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા જ્યાંથી પરત આવતા બાઇક જે જગ્યાએ પાર્ક કર્યું હતું ત્યાં જોવા ન મળતા રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ચોરી અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.