અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્કૂલ વિદ્યાર્થી નયન ગિરીશકુમાર સંતાનીની હત્યા કેસમાં અમરેલી સિંધી સમાજ તથા હિંદુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.સિંધી સમાજે જણાવ્યું કે નયનની હત્યા નિર્મમ ઘટના છે. પરિવારને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે કલેક્ટરને લેખિત આવેદન આપવામાં આવ્યું.