લીંબડી તાલુકાના ચોકી ગામે યુવાન પર હુમલા ની ઘટના થી ગામમાં દોડધામ મચી જવા પામી હતી. અગાઉ ના ઝઘડા નુ મનદુઃખ રાખી બેણપિયા સાહિલ રણછોડભાઈ ને તલાવ નજીક આવેલા પાનના ગલ્લા પાસે બોલાવી ત્રણ લોકો એ લાકડીઓ વડે હુમલો કરી માર માર્યો હતો. પગના ભાગે લાકડીઓ મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા ની ઘટના મારામારી ની હોસ્પિટલમાં MLC નોંધાઇ છે આ ઘટના થી ચોકી ગામે વાતાવરણ તંગ બન્યુ હતું.